Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પાટણ જિલ્લામાં કોરોના વાઇરસના કારણોસર બે દિવસમાં બે કેસ પોજીટીવ મળતા ખળભળાટ મચી જવા પામ્યો

પાટણ: જિલ્લામાં ધીરે ધીરે કોરોના વાઇરસનો પગપેસારો થઇ ગયો છે. સિધ્ધપુરમાં બે દિવસની અંદર કોરોનાના બે કેસ પોઝીટીવ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને કારણે વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. અને કોરોનાગ્રસ્ત બંને વ્યક્તિઓની હિસ્ટ્રી તપાસીને તેઓના સંપર્કમાં આવેલ તમામ લોકોને કોરોન્ટાઇનમાં રાખવામા આવેલ છે. જેને કારણે સિધ્ધપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. અને પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાતા શહેરમાં કરફયુ જેવો માહોલ જોવા મળ્યો છે

   કોરોના ગ્રસ્ત યુવક લુકમાન અબ્દુલ રહીમ આરોડીયાએ તા.૨૬/૦૩/૨૦૨૦ના રોજ સમોડા પીએચસી કેન્દ્રમા સારવાર લીધી હતી. અને ત્યારબાદ તેના સગા માંકણોજીયા રફીકભાઇ રસુલભાઇને ત્યાં રોકાયો હતો. જેથી તેના સંપર્કમાં આવેલ તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરી કોરોનાને આગળ વધતો અટકાવવા સમોડા ગ્રામ પંચાયત દ્વારા પાટણ જિલ્લા કલકટરને રજુઆત કરી હતી.

(6:24 pm IST)