Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ગાંધીનગર:લોકડાઉનની સ્થિતિનો ભંગ કરવા બદલ પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું:1049 વાહનો જપ્ત કરવામાં આવ્યા

ગાંધીનગર:કોરોના સંદર્ભે હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે તેનો ભંગ થતો અટકાવવા માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. સ્થાનિક પોલીસની સાથે એલસીબી અને એસઓજીની ટીમો પણ વિવિધ વિસ્તારોમાં દોડી રહી છે. ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં જાહેરનામાં ભંગના ૧૪૭ જેટલા ગુના નોંધીને ૩૪ર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જ્યારે ૧૦૪૯ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે

કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે લોકડાઉન અમલમાં મુકવામાં આવ્યું છે અને કોઈપણ વ્યક્તિ કામ વગર બહાર નીકળે તો તેની સામે જાહેરનામાં ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જીલ્લામાં પણ લોકડાઉનનો ચુસ્તપણે પાલન કરાવવાના હેતુથી જિલ્લાની બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે.

(6:23 pm IST)