Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વડોદરામાં પોલીસ જવાનોએ માનવતા મહેકાવીઃ ૯૦ વર્ષના વૃદ્ધા માટે દવા-જીવન જરૂરી વસ્‍તુઓની કીટ-રોકડ સહાય પહોંચાડી

વડોદરા: કોરોના વાયરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવા માટે સતત પ્રયત્નશીલ છે. જો કે આ સાથે જ પોલીસનાં જેટલાક જવાનો માનવતાને પણ મહેતાવતા રહે છે અને તેના અનેક કિસ્સાઓ માધ્યમોમાં ચમકતા રહે છે. આવો જ એક કિસ્સામાં વડોદરાનાં જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયુ જીવન જીવન જીવતા 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવન જરૂરી વસ્તુઓની કીટ અને રોકડ સહાય પહોંચાડી હતી.

વડોદરાનાં જુના પાદરા ખાતે શક્તિપાર્ક સોસાયટીમાં 90 વર્ષીય પુષ્પાબેન અમીન નામનાં એક અપહરણિત મહિલા રહે છે. તેમણે ઘરના કામકાજ માટે એક મહિલા રાખેલી છે. જો કે લોકડાઉનનાં કારણે ઘરવખરી અને દવા સહિતનો સામાન ખાલી થઇ ગયો હતો. જ્યારે કામ માટે આવતી મહિલા પણ આવી શકતી નહોતી. જેથી તેમણે સિનિયર સિટીઝન સેલમાં મદદ માટે અપીલ કરી હતી. જેના પગલે સરકારે તેમની મદદ કરી હતી.

ડીસીપી સંદિપ ચૌધરીએ વૃદ્ધાની મદદનો ફોન આવતા જ એક ટીમે તેઓનાં ઘરે જરૂરી ઘરવખરી સામાન સાથે રવાના કરી હતી. તેઓને જરૂરી સામાન તેમજ રોકડ સહાય કરી હતી. આ સાથે જરૂરી દવાઓ પણ આપી હતી. સાથે પુષ્પાબહેનને જણાવ્યું કે કંઇ પણ  જરૂરિયાત પડે તો પોલીસ સંપર્ક કરવો. પોલીસ હંમેશા માટે તમારી સાથે છે.

(4:47 pm IST)