Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનના કારણે અમદાવાદનો ઇસ્કોન મોલ ગરીબોનું આશ્રય સ્‍થાન બન્યોઃ અલગ-અલગ સ્‍થળોએથી લવાયેલા ૧૩૦ લોકોને રહેવા-જમવાની સુવિધા

અમદાવાદ: કોરોના વાયરસને પગલે છેલ્લા સમગ્ર દેશમાં છેલ્લા 13 દિવસથી દેશ સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે ગુજરાતના નાના મોટા કામ કરીને સ્થાનિક અને પરપ્રાંતીય લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. લોકડાઉનનાં પગલે તેમની દહાડી મજુરી લગભગ બંધ થઇ ચુકી છે. જેના કારણે તેઓ હવે પોતાના ગામડે જવા માટે મજબુર બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ લોકો જે સાઇટ પર મજુરી કરે છે તે જ સ્થળ પર રહેતા પણ હોય છે. સાઇટ બંધ પડી જવાનાં કારણે હવે તેઓ ગામડે જવા માટે રવા માટે મજબુર બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા તેમને જવા દેવામાં નથી આવી રહ્યા. ત્યારે તેમને રાખવા એ તંત્રની જવાબદારી બની ગઇ છે. તેવામાં અમદાવાદમાં આવેલો ઇસ્કોન મોલ આવા લોકો માટેનું શેલ્ટર હોમ બન્યું છે.

આ મોલમાં મોટા પ્રમાણમાં ગાદલાની પથારી પાથરવામાં આવી છે. 130થી પણ વધારે લોકો અહીં રહી રહ્યા છે. લોકોને જમવા અને રહેવા માટેની સગવડ કરવામાં આવી છે. અમદાવાદનાં અલગ અલગ સ્થળો પરથી લાવવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબો માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવનારી છે.

(4:46 pm IST)