Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મધુર ડેરી દ્વારા પી.એમ.-સી.એમ. ફંડમાં સહાય

રાજકોટઃ ગાંધીનગરની મશહુર મધુર ડેરી દ્વારા મુખ્યમંત્રી રાહત ફન્ડમાં આજે ૨૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે પ્રધાનમંત્રી કેર ફન્ડમાં ૯૯૯૯૯૯ ની રકમ નું અનુદાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત બાદ મધુર ઙ્ગશાકભાજી પ્રોજેકટની બુકલેટ પણ આપવામાં આવી હતી. મધુર ડેરી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આવશ્યક સેવાઓ પૂરી પાડી રહી છે તેની નોંધ પણ સી.એમ. દ્વારા નોંધ લેવામા આવી હતી. ચેરમેન ડો. શંકરસિંહ રાણા દ્વારા આ પરિસ્થિતિમાં મધુર ડેરીને અન્ય કોઈ સેવાનો મોકો આપવામાં આવે તો તે પણ કરવા તૈયાર હોવાનું જણાવ્યુ હતું.

(4:18 pm IST)