Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

લોકડાઉનનો કડક અમલ કરાવવા ફરી પોલીસ - કલેકટરોને સરકારની સુચના

ગાંધીનગર તા.૭ : રાજયમાં કોરોના વાયરસ અંગે વિગતો આપી લોકડાઉન કડક અમલ કરવા રાજય સરકાર દ્વારા રાજયના તમામ મજિલ્લા કલેકટરોને કડક તાકીદ કરવામાં આવી છે.

રાજય સરકારની આ સુચના બાદ આજે વહેલી સવારથી કડક અમલ કરવામાં આવી રહયો છે. આ ઉપરાંત દરરોજ મળતી સરકારની હાઇપાવર કમિટી આ તમામ જિલ્લા કલેકટરો અને જિલ્લાના પોલીસવડાઓ પાસેથી વિગતો મેળવવામાં આવે છે. અને આ વિગોતમાં મળેલ ફરિયાદોની સંપુર્ણ ચકાસણી કરવામાં આવે છે. જરૂર જણાય ત્યાં પુરતી વાત સાંભળી નિર્ણય કરવામાં આવે છે.

(4:07 pm IST)