Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજ્ય પુરવઠા કંટ્રોલ રૂમમાં ૪૦૭૬ ફરીયાદો મળીઃ ૫૭ાા લાખ ફુડ પેકેટનું વિતરણ

ગાંધીનગર, તા. ૭ :. રાજ્યમાં ખાદ્ય ચીજોના પુરવઠાની પરિસ્થિતિની વિગતો આપતા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યુ હતુ કે કોરોનાની પરિસ્થિતિના કારણે પુરવઠા તંત્રએ કાળજીપૂર્વક કામ કરવાની જરૂર છે.

રાજ્યના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં નાગરીકોને પુરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આમ છતા જ્યાંથી ફરીયાદો મળે છે ત્યાં પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે અને તે અંગે કાળજીપૂર્વક નિર્ણય કરી કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારના કર્મચારીઓ - અધિકારીઓ સતત સેવા આપી રહ્યા છે. મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓ કે જેઓ કોરોનાને કારણે મૃત્યુ પામે તો ૨૫ લાખની સહાય અપાશે.

આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. જે અગાઉ આરોગ્ય તંત્ર, મહેસુલ તંત્રના ફરજ ઉપરના કર્મચારીઓને ફરજ ઉપર મૃત્યુ થયુ હોય તેને આપવાની જાહેરાત કરી હતી.

હવે આજે રાજ્ય સરકારે ફેરફાર કરીને વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના કોઈપણ કર્મચારીનુ મૃત્યુ થાય તો તેમના પરિવારને રૂ. ૨૫ લાખની સહાય આપવામાં આવશે.

રાજ્યમાં આજે શાકભાજી, ફ્રુટ, દૂધ વગેરે ચીજવસ્તુ પુરતા પ્રમાણમાં છે.

રાજ્યના સ્ટેટ કંટ્રોલ ૧૦૭૦ ઉપર ફરીયાદો મળે છે. ૪૦૭૬ ફરીયાદો મળી છે. આ તમામ ફરીયાદોનું સમયસર નિરાકરણ કરવામાં આવેલ છે. આમ સરકારના આ કંટ્રોલ રૂમમાં મળતી ફરીયાદોનો તાત્કાલીક નિરાકરણ કરવા આરોગ્ય સેવાઓ ચાલુ છે.

તેમણે રાજ્યમાં ફૂડ પેકેટોના વિતરણની વ્યવસ્થા અંગે વિસ્તૃત માહિતી આપતા તેમણે જણાવ્યુ હતુ કે આજ સુધી કુલ ૫૭ લાખ ૫૪ હજાર ફુડ પેકેટો આપવામાં આવ્યા છે.

આજની આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના નાગરીક પુરવઠા નિગમના મેનેજીંગ ડિરેકટર તુષાર ધોળકીયા અને તેમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)