Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોના દરમ્યાન કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ વીડીયો કોન્ફરન્સ દ્વારા કચ્છ સૌરાષ્ટ્રની સ્થિતિ વિશે કોંગ્રેસના મંત્રીઓ સાથે કરી ચર્ચા

ભુજ, તા. ૭: કોરોનાની મહામારી અંગે સૌરાષ્ટ્ર કચ્છની વર્તમાન સ્થિતિ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ મંત્રીઓ સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ અંગે 'અકિલા' સાથે વાત કરતા કચ્છના અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ કોરોનાની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમ જ લોકડાઉન દરમ્યાન ઉદ્દભવેલી પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. પ્રદેશ પ્રમુખે કોંગ્રેસના કાર્યકરો લોકડાઉન દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છની અંદર લોકોને કેવી રીતે ઉપયોગી થયા તે વિશે માહિતી મેળવી હતી. હવે આવનારા સમયમાં પણ કોંગ્રેસના કાર્યકરો લોકડાઉન દરમ્યાન મુશ્કેલી અનુભવનારઙ્ગ જરૂરીયાતમંદ વ્યકિતઓ અને પરિવારોને મદદરૂપ બને એવી તાકીદ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કરી હતી.

(3:42 pm IST)