Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ત્રીજા તબક્કાના એંધાણ : રાજ્યમાં કોરોનાના કુલ 60 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનના : અમદાવાદ - ભાવનગર મોખરે

રાજ્યમાં કુલ 165 કેસ પૈકી 87 લોકોને સ્થાનિક સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો

અમદાવાદ : ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશના કેસ વધી રહ્યા છે. 26 દિવસમાં 165 કેસ નોંધાયા છે અને છેલ્લા 12 કલાકમાં 19 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. 12 કલાકમાં નોંધાયેલા તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનમાં છે એટલે કે, આમાંથી કોઈ બહાર ગામ નથી ગયું તેમને સ્થાનિક લોકોના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો 3 જો તબક્કો ખુબ નજીક છે. અમદાવાદ, ભાવનગરમાં આ તબક્કો શરૂ થઈ ચુક્યો છે. ભાવનગર અને અમદાવાદમાં લોકલટ્રાન્સમિશનના કેસ વધ્યા છે.

ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધ્યા છે.રાજ્યમાં 165 કેસમાંથી 100 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. જેમાંથી 33 લોકો વિદેશપ્રવાસ કરીને આવ્યા છે જ્યારે 32 લોકો અન્ય રાજ્યોમાં મુસાફરી કરી હતી. ગુજરાતમાં થયેલા કોરોનાથી થયેલા 12 મોતમાંથી 7 એવા લોકોના મોત થયા છે જેમની કોઈ પ્રવાસ હિસ્ટ્રી છે જ નહીં. માત્ર 3 લોકો વિદેશ પ્રવાસ કર્યો હતો જ્યારે 2 લોકોએ અન્ય રાજ્યોમાં મુસાફરી કરી હતી. કુલ કેસના 60 ટકા કેસો લોકલ ટ્રાન્સમિશનને કારણે નોંધાયા છે. હજુ પણ લોકો લોકડાઉનનો ચુસ્ત અમલ નહી કરે તો, કેસની સંખ્યામાં વધારો થઇ શકે છે.

(1:24 pm IST)