Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

કોરોના વાયરસ સામે લડવા અમદાવાદ મનપાની મોબાઇલ ટેસ્ટીંગ વાન લોન્ચ

શહેરના જુદા જુદા સાત ઝોનમાં ફરશે : વાનમાં ડોકટરો સહીત 4 લોકોનો સ્ટાફ

અમદાવાદઃ અમદાવાદમાં સતત વધતા કોરોના વાયરસના કેસને લઈને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટીંગ વાન લોન્ચ કરાઈ છે  આ વાન શહેરના જુદા-જુદા સાત ઝોનમાં ફરશે. આ વાન લોકોના ઘર સુધી પહોંચી સર્વે અને સારવાર આપવાનું કામ કરશે. વાનમાં ડોક્ટરો સહિત 4 લોકોનો સ્ટાફ 24 કલાક તૈનાત રહેશે. કોરોના સામે ફાઇટ આપવા માટે મહાનગર પાલિકાએ આ પ્લાન તૈયાર કર્યો છે.

 

  અમદાવાદમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. જેથી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરવા માટે મોબાઇલ ટેસ્ટીંગ વાન શરૂ કરવામાં આવી છે. આ વાનમાં ડોક્ટરો સહિતનો સ્ટાફ 24 કલાક હાજર રહેશે. વાન અમદાવાદના વિવિધ ઝોનમાં ફરશે. આ વાન કન્ફર્મ કે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકો, ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરેલા વિસ્તારના લોકો, હેલ્થ વિભાગના સર્વે દરમિયાન રીફર કરાયેલા લોકોનો ટેસ્ટ કરશે

 

(12:55 pm IST)