Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતો અને હરિભકતોના હસ્તે લોકડાઉન વચ્ચે દરિદ્રનારાયણોને ભોજન પ્રસાદ

માણસની ખરી ઓળખ કપરી પરિસ્થિતિમાં જ થાય છે તે વાત ખરેખર સાચી છે. હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉનની સ્થિતિ છે મંગળવારની મોડી રાત્રે લોકડાઉનના સમાચાર મળતાની સાથે જ કરિયાણાની દુકાનો પાસે લાંબી લાઇનો લાગી ગઇ હતી. આવા સમયે રોજનું રોજ કમાઇને ખાવાવાળા, ઝુપડપટ્ટીમાં રહેનારા અને ભિક્ષુકોની સ્થિતિ કપરી બની છે. કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે અનેક ગરીબો, શ્રમિકો ફસાયા છે અથવા તો તેમની પરિસ્થિતિ કપરી બની છે ત્યારે આવી વ્યક્તિઓ સુધી ભોજન પહોંચાડવાનું અનેરું સેવાનું કાર્ય મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી પૂજનીય સંતો  અને  સ્વયં સેવકો - હરિભક્તો કરી રહ્યા છે. દ્ ખોખરા - અમદાવાદ વિસ્તારમાં રહેતા આશરે ૫૦૦ કરતાં વધારે પરિવારોને જમાડવાનો અણમોલો લ્હાવો લીધો હતો. પુરી, શાક, ફૂલવડી, દાળ - ભાત, શીરો વગેરે દરરોજ નવી નવી વાનગીઓ મંદિરમાં સ્વયંસેવક બહેનો અને ભાઈઓ પ્રભુ સ્મરણ સહ બનાવી અને ખોખરા જઈ અને સહુને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો અને હરિભકતોના આ ઉમદા કાર્યથી માનવતા મહેંકી ઉઠી હતી.

 

(11:49 am IST)