Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

સાબરકાંઠામાં પ્રથમ કોરોના પોઝિટિવ : હિંમતનગરના સિવિલ હોસ્પિટલના બ્રધમનો કોરોના પોઝિટિવ આવ્યો

મૂળ રાજસ્થાની બ્રધમ સાથે કામ કરતા ૨૨ લોકોને કવોરેન્ટાઇન કરી લેવાયા

સાબરકાંઠામાં પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અને મેડિકલ કવાર્ટર્સમાં રહેલા બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બ્રધરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા ૨૨ લોકોને કવોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ બ્રધમ મૂળ રાજસ્થાનનો વતની છે. હિંમતનગર સિવિલમાં ફરજ બજાવતા યુવકનો કોરોના પોઝિટિવ આવતા તત્રં હરકતમાં આવી ગયું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા ૩૩ વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

   એવું જાણવા મળી રહ્યું છે કે આ યુવક રાજસ્થાનનો હતો. પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં ૨૨ લોકો આવ્યા છે, તે તમામને કોરિટાઇન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે

(11:32 am IST)