Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 કોરોના પોઝિટિવ નોંધાયા કુલ કેસની સંખ્યા 165 એ પહોંચી : અમદાવાદમાં નવા 13 કેસ

શહેરો તરફથી હવે ગામડાઓમાં પ્રસર્યો : આણંદ અને સાબરકાંઠામાં કેસ નોંધાયા : ક્યાં કેટલા કેસ જૂનો વિગતવાર

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે છેલ્લા બે દિવસમાં કોરોનાએ ઝડપ વધારી છે આજે ગુજરાતમાં કુલ 19 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 165 કેસ પોઝિટિવ નોંધાયા છે. આજે એકલા અમદાવાદમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 77 કેસ થયા છે

 ગુજરાતમાં કોરોના સંકટ વધી રહ્યુ છે. શહેરો તરફથી હવે ગામડાઓમાં કોરોના ફેલાઈ રહ્યો છે.તેમ આજે નવા નોંધાયેલા કેસ અમદાવાદમાં 13,પાટણના 3 પોઝિટિવ કેસ,આણંદમાં 1 કેસ,ભાવનગરમાં 1 કેસ અને સાબરકાંઠામાં 1 કેસ  રાજ્યમાં અત્યાર સુધીમાં 23 લોકો સાજા થયા છે.

ક્યાં કેટલા કેસ

અમદાવાદ 77

સુરત 19
ભાવનગર 14
ગાંધીનગર 13
વડોદરા 12
રાજકોટ 10
પાટણ 5
પોરબંદર 3
ગીર સોમનાથ 2
કચ્છ 2
મહેસાણા 2
પંચમહાલ 1
છોટાઉદેપુર 1
જામનગર 1
મોરબી 1
સાબરકાંઠા 1
આણંદ 1

(11:13 am IST)