Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓના પગારમાં 30 ટકા કાપ :1 વર્ષની ગ્રાંટ રદ કરાઈ :રૂપાણી સરકારનો મોટો નિર્ણંય

રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં ઉપયોગમાં લેવાશેરકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં ઉપયોગમાં લેવાશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચ સંદર્ભે બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

 મુખ્યમંત્રી વિજયભાઈએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું હતું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ મુકાશે અને તે રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં ઉપયોગમાં લેવાશે. આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમએલએ લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ સુધી પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યો છે

(10:19 pm IST)