Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ડુંગરમાં ભીષણ આગ લાગી

રોડથી ૨૦૦ ફૂટ ઉંચે ડુંગર પર આગ ફાટી નિકળી : નર્મદા ડેમનો ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે

અમદાવાદ, તા. ૭ : ગુજરાતનાં ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. સમગ્ર દેશનાં વીઆઇપી અને તમામ રાજનેતાઓ આવી રહ્યા છે. તેવામાં અહીં સિક્યોરિટી અને સમગ્ર મેનેજમેન્ટ સ્ટાફ પણ સ્ટેન્ડ ટુ રહે છે. વીઆઇપીઓની સતત આવન જાવનના કારણે સ્થાનિક પોલીસ પણ સતત સ્ટેન્ડ ટુ રહે છે. જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં ડુંગરમાં આગ લાગી છે. જેના કારણે સમગ્ર જિલ્લા તંત્ર દોડતું થયું છે. નર્મદા ડેમનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યાછે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસેના ડુંગરમાં આગના પગલે પોલીસ દોડતી થઇ છે. નર્મદા ડેમ સરદાર સરોવરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મચારીઓને ફાયર વિભાગનો સ્ટાફ આગને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. હાલ ફાયર ફાઇટરને સ્ટેચ્યુના કર્મચારીઓ આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે. જો કે સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે. તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ અંગે ફાયરના અધિકારીઓએ જણાવ્યું કે, રોડ લેવલ થી ૨૦૦ ફૂટ ઉંચા ડુંગરમાં આગ લાગી હોવાથી તંત્રને આગ પર કાબુ મેળવવામાં થોડી તકલીફ ઉઠાવી રહી છે. આગ કેવી રીતે લાગી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. આ ઉપરાંત સુકા ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તેને કાબુ કરવી મુશ્કેલ છે. જો કે બીજી રાહતની વાત છે કે, ઘાસમાં આગ લાગી હોવાનાં કારણે તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા નહીવત્ત છે. જો કે સ્થાનિક અધિકારીઓના અનુસાર કેટલીક વખત પોતાની બાધા પુરૂ કરવા માટે આદિવાસીઓ દ્વારા ડુંગર પર આગ લગાવાતી હોય છે. તેવામાં આ આગ લગાવવામાં આવી હોય તેવી પણ શક્યતા છે.

(9:52 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 11:30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18, 684 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,12,10,580 થઇ :એક્ટિવ કેસ 1,81,664 થયા વધુ 14,338 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,66,536 થયા :વધુ 98 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,791 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,187 નવા કેસ નોંધાયા access_time 12:20 am IST

  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST

  • વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલ" ગુજરાતમાં જંગી રોકાણ કરશે : યુકે સ્થિત વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની "આર્સેલરમિત્તલે" ગુજરાતમાં રૂ . ૪૫ થી ૬૫ હજાર કરોડથી વધુ રકમના રોકાણની દરખાસ્ત કરી છે.આગામી દિવસોમાં અનેક સ્થળોએ ગુજરાતમાં વધુ રોકાણ કરે તેવી સંભાવના છે. કંપનીના ભારતીય મૂળના પ્રમોટર, અધ્યક્ષ અને સીઈઓ એલ એન મિત્તલે શનિવારે કેવડિયા ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી. શ્રી મિત્તલ અમદાવાદમાં ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીને પણ મળ્યા હતા. આ ઉપરાંત શ્રી મિત્તલે, રુઈયાઓ દ્વારા પ્રમોટેડ એસ્સાર ગ્રુપ સાથે તેમના વિવાદના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. access_time 11:49 am IST