Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ડભોઈના ભીલોડીઆ ગામે દીપડો દેખાતા ફફડાટ વાછરડાનું મારણ કર્યું : ફોરેસ્ટ વિભાગે પાંજરું મૂક્યું

ડભોઈના ભીલોડીઆ ગામે દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે દિપડાએ વછરડાનું મરણ કર્યું હોવાના સમાચાર પણ મળવા પામ્યા છે.જેને લઈને ગ્રામજનોમાં દહેશત ફેલાઈ જવા પામી હતી. ત્યારે ગામમાં દીપડો જોવા મળતા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને આ અંગેની જાણ કરતા ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

ડભોઈના ભીલોડીઆ ગામ તેમજ સૌરાષ્ટ્રના અમુક ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડો જોવા મળ્યો હોવાના અસંખ્ય બનાવો સામે આવ્યા છે. ત્યારે ભિલોડીઆ ગામે રાત્રિના સુમારે અચનાક દીપડો આવી પહોચ્યો હતો તેમજ દિપડાએ ગાયના વાછરડાનું મરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગે પાંજરું મુકીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલેખનીય છે કે રાત્રિના સુમારે અચાનક દીપડો ગામમાં આવી જતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. જેને લીધે ગ્રામજનો દ્વારા આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તાબડતોબ ગામ ખાતે પહોચીને પાંજરું ગોઠવીને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે

(8:50 pm IST)