Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ સંમેલન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : દેત્રોજ તાલુકાના જીવાપુરા ગામ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા માતૃશક્તિ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં  દેત્રોજ તાલુકા કાર્યવાહ સતિષભાઈ ભટ્ટ,  રાષ્ટ્રીયશશૈક્ષિક મહાસંઘના દેત્રોજ તાલુકાના અધ્યક્ષ મહેશભાઈ પટેલ,  નીરવપ્રકૃતિ મંડળ ના પ્રમુખ મિનેશભાઈ પટેલ, સંતશ્રી બાળકનાથજી, ગીતાપુર ગામના પૂર્વ સરપંચ પોપટભાઈ પટેલ તથા જીવાપુરા ગામના સરપંચ ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા. જિલ્લાના શૈક્ષિકમહાસંઘના અધ્યક્ષ જામસીંગભાઇ જાદવ તથા રામપુરા,જીવાપુરા, ગીતાપુર, કટોસણ, સાણંદ નુ મહિલામંડળ હાજર રહ્યું હતું. (તસવીર- ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(8:31 pm IST)