Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન હબ (આઇ- હબ) દ્વારા આયોજિત “ વી સ્ટાર્ટ મીટ” નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

ગુજરાત સ્ટાર્ટ અપમાં દેશમાં નંબર વન છે, તેમાં મહિલાઓ ને પણ સહભાગી બનવાં મુખ્યમંત્રીનું પ્રેરક આહ્વાન: વી સ્ટાર્ટ સેલિબ્રેટિંગ વુમન ઇન સ્ટાર્ટ અપ” કોફી ટેબલ બુકનું વિમોચન કરતાં મુખ્યમંત્રી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે ત્યારે ભારતને ૫(પાંચ) ટ્રિલિયન ડોલર ઈકોનોમી બનાવવાનાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોને સાકાર કરવા માટે મહિલાઓ પણ તેમાં સહયોગી બને તેવું આહવાન કર્યું છે
મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના  પૂર્વ દિને યોજાયેલા કાર્યક્રમમાં નારીશક્તિને અગાઉથી જ મહિલા દિનની શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે આજના કાર્યક્રમના મેન્ટર, ઈન્વેસ્ટર, ઈનોવેટર, અને સંચાલક તમામ મહિલાઓ છે તે જાણીને આનંદ થયો છે.
નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત ખાતે યોજાયેલા વી સ્ટાર્ટ અપ સમિટ નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ  કહ્યું કે, વિદેશની સંસ્કૃતિમાં નારી શક્તિની ઉપાસના અને માન-સન્માન માત્ર એક દિવસ એટલેકે વિશ્વ મહિલા દિવસ પૂરતા ઊજવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન આદર એ સદીઓની અને નિત્ય પરમ્પરા એ હમેશા રોજ  થાય છે.
. એટલે જ  ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ છે. લક્ષ્મીનો વાસ છે.  
  વિજય ભાઈ રૂપાણી એ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ માં રાધા-કૃષ્ણ, ઉમા-શંકર, સીતા-રામ વગેરે ભગવાનનાં નામમાં પણ મહિલા શક્તિનું નામ પ્રથમ આવે છે એ ભારતીય સંસ્કૃતિના નારીશક્તિના સન્માનના દ્યોતક છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં  સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ઇન્ક્યુબેટર સેન્ટ્રરો ઉભા કર્યા છે. બાવળા ખાતે ઇઝરાયેલના સહયોગથી icreate સંસ્થાની સ્થાપના કરી છે. પી.એચ.ડી કરતા વિદ્યાર્થીઓને તેમના શોધનિબંધ માટે “શોધ”યોજના અંતર્ગત દર મહિને રૂપિયા પંદર હજારની સહાય અપાય છે.
વિજયભાઈ રૂપાણીએ કહ્યુ કે રાજ્ય સરકારે મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપેલા આરક્ષણના પરિણામે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં અનેક મહિલાઓ વિજેતા બની છે.
, આ મહિલાઓ નયા ભારતના નિર્માણમાં સક્રિય સહયોગ આપવાની છે તે જ રીતે સમાજના તમામ ક્ષેત્રોમાં મહિલાઓ આગળ આવી નેતૃત્વ લે તે સમયની તાતી જરૂરિયાત છે.
રાજ્ય સરકારે મહિલાઓને મિલકતના અધિકાર ધરાવતી થાય તે માટે મિલકત નોંધણી ફીમાં માફી આપી છે, જેનાથી અનેક મહિલાઓ મિલકતની માલિક બની છે.
 નારી-શક્તિ જે રીતે ઘરનું મેનેજમેન્ટ ચોકસાઈથી કરે છે એવું તે જે ક્ષેત્રમાં આગળ વધે ત્યાં ચોક્કસ કરી શકે  તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે ક્હયું કે, મહિલાઓને સહાય મળે, સ્ટાર્ટઅપ માટેનું વાતાવરણ ઉભું થાય તે માટે તમામ જરુરી સહકાર રાજ્ય સરકાર આપશે.
જરુર છે ફક્ત વિચાર કરવાની અને વિચારને મૂર્તિમંત કરવા  તેની પાછળ લાગી જવાની એમ તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું હતું.
 મુખ્યમંત્રી એ ‘દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિએ’  ઉક્તિનો ઉલ્લેખ કરતાં  કહ્યું કે સ્ટાર્ટઅપ  અને ઈનોવેશનથી આજનો યુવાન  જોબસીકર નહીં, પણ જોબગીવર બને છે.
 કોઈ પણ વસ્તુની બ્રાન્ડ બનાવી તેને બજારમાં સ્થાપિત કરે તો આગળનો રસ્તો આપોઆપ બની જશે તેવા અનેક વિધ   ઉદાહરણો તેમણે આપ્યા હતા
ગુજરાતની બહેનો માત્ર ગરબા રમે તેમ નહીં પરંતુ સમાજના તમામ ક્ષેત્રમાં આગળ આવી નયા  ભારતના નિર્માણમાં પણ આગેવાની લે તેવું આહવાન તેમણે  મહિલા શક્તિને કર્યું હતું.
મુખ્યમંત્રીએ વિવિધ સ્ટાર્ટઅપના સ્ટોલ પર જઈ જુદી-જુદી પ્રોડક્ટ અને સેવાઓની જાણકારી મેળવી હતી. તેમણે ‘વી સ્ટાર્ટ સેલિબ્રેટિંગ વુમન ઈન સ્ટાર્ટઅપ’ નામની કોફીટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહિલા દિનની અગાઉથી શુભેચ્છા પાઠવી કહ્યું કે, સ્ટેન્ડ-અપ, સ્ટાર્ટઅપ જેવા શબ્દો અગાઉ આપણે સાંભળ્યા ન હતા. હા, આ માત્ર સૂત્રો કે સ્લોગન નથી.  ન્યૂ ઇન્ડિયા માટેનું આયોજન છે, નયા ભારતની નિર્માણની કૃતસંકલ્પતા તેમાં પ્રતિબિંબિત થાય છે.
ગુજરાતના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપને સારી રીતે ઉપાડ્યું છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં ઇનોવેશન અને ઇન્ક્યુબેશન ની સ્થાપના કરી છે. IHub પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ સાધી રહ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
સમસ્યાનું સુવિધા સાથે સમાધાન થાય તેનું નામ સ્ટાર્ટ-અપ એવી વ્યાખ્યા આપી તેમણે કહ્યું કે હવે એવા વિદ્યાર્થીઓ માટે સ્કાય ઈઝ ધ લિમિટ નહીં પણ પરંતુ ડબલ સ્કાય ઈઝ ધ લિમિટ બની રહ્યું છે.
મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવેએ જણાવ્યું કે મહિલા દિનની પૂર્વ સંધ્યાએ મહિલાઓને પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનો આનંદ છે. તેમણે કહ્યું કે સ્વસહાય જુથની બહેનો ને રૂપિયા એક લાખની સહાય કરવાનો સ્તુત્ય નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. દેશમાં ૫૦ કરોડ કારીગરોમાં માત્ર ૮ કરોડ મહિલાઓ જ છે. આમાં વધારો કરવાની તાતી જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના ક્રિસ્ટિન લેગાર્ડનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે જો મહિલાઓને રોજગારી ક્ષેત્રે સાંકળવામાં આવે તો દેશનું અર્થતંત્ર ૨૭ ટકા વધી શકે તેમ છે. ભારતની પ(પાંચ) ટ્રિલિયન ડોલર બનવા માટે મહિલાઓની પણ સક્રિય ભાગીદારી જરૂરી છે તેમ તેમણે  ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે મહિલાઓ માટેની જ ITI હોય, મહિલાઓ માટે જ સમર્પિત GIDC હોય તેવું સમગ્ર દેશમાં માત્ર ગુજરાત રાજ્યમાં છે.  રાજ્યમાં મહિલાઓ માટે મહિલા ઉત્કર્ષ યોજના કાર્યાન્વિત છે, આજે યોજાયેલી સમિટ પણ મહિલા મેન્ટર, ફાયનાન્સર, સહભાગી થનાર તમામ મહિલાઓ હોય તેવું દેશમાં કદાચ પ્રથમવાર બની રહ્યું છે.
શિક્ષણ અગ્ર સચિવ અને IHub ના ચેરપર્સન શ્રીમતી અંજુ શર્માએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીશ્રી તરીકેનો પદભાર સંભાળ્યાના માત્ર ચાર માસ બાદ જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલીસી જાહેર કરી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતુ. જેના પગલે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.  
ગુજરાત દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે, ઉદ્યોગ સાથે શિક્ષણને પણ એવોર્ડ મળેલ છે. પ્રોડક્ટ માઈન્ડથી માંડીને માર્કેટ સુધી પહોંચાડવા માટે IHub મહત્ત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે તેની રુપરેખા તેમણે આપી હતી.
આ અવસરે મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રીમતી મનીષા ચંદ્રા, ઉચ્ચ શિક્ષણના નિયામક એમ.નાગરાજન ટેકનિકલ શિક્ષણના નિયામક જી.ટી.પંડ્યા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુભાઈ પંડ્યા અને વિવિધ સ્ટાર્ટઅપની મહિલાઓ ઉપસ્થિત રહી હતી

(6:37 pm IST)
  • સંઘ પ્રદેશના દમણમાં આજે રવિવારે એકી સાથે 9 જેટલા કોરોનાનાં પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું access_time 11:31 pm IST

  • રાજકોટ એરપોર્ટ ઉપર રાજકોટ અને હૈદરાબાદને જોડતી પહેલી સીધી ફ્લાઇટનું ભવ્ય રીતે વોટર તોપની સલામી વડે આજે સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ આગમન કરનારા અને મુસાફરોને મીઠાઇ સાથે મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સનું ફૂલ ગુચ્છથી સ્વાગત કરાયું હતું. access_time 12:30 pm IST

  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST