Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્રારા ઘોષ સંચલન યોજાયું

શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ જીલ્લા ઘોષ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બધા જ જિલ્લાઓમાં મહાશિવરાત્રિના દિવસે ઘોષ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે વિરમગામ જિલ્લા કેન્દ્ર ઉપર ઘોષ સંચલન નું આયોજન કરવામાં આવેલ હતું. વિરમગામ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘોષ વાદકોએ ઉપસ્થિત રહીને નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું. વિવિધ રચનાઓ સાથે, નીકળેલ ઘોષ સંચલનના લીધે વિરમગામ નગરના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે નગરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરી ને આ સંચલનનું સ્વાગત કરવા માં આવ્યું હતું. વિરમગામ ખાતે શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ જીલ્લા ઘોષ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

(6:24 pm IST)
  • રાષ્ટ્રવ્યાપી લોકમતના પગલે સ્વિટ્ઝર્લન્ડે જાહેરમાં ચહેરા પરના આવરણ સહિત મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા 'બુર્કા' અથવા 'નિકાબ' પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં જનમત આપ્યો છે. access_time 10:59 pm IST

  • પૂર્વી ચીન સાગરમાં સેના મોકલવાની તૈયારીમાં છે જાપાન : ડ્રેગનને મળશે જડબાતોડ જવાબ :પૂર્વી ચીન સાગરમાં વધતા તણાવને પગલે ડિયાઑયું દ્રીપ સમૂહમાં જાપાન પોતાના સશાસ્ત્રદળ મોકલી શકે છે : ચીની તટ રક્ષકદળે જાપાનમાં સેન્કોક્સના રૂપે જનાર ડિયાઓયુ દ્રીપ સમૂહ આસપાસ પોતાનો વિસ્તાર કર્યો છે access_time 11:52 pm IST

  • અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ માટે અત્યાર સુધીમાં 10 કરોડ પરિવારોએ રૂ. 2500 કરોડની જંગી સહાય આપી છે - રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ access_time 8:22 pm IST