Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

રાજપીપળા-પોઇચા ફોર લેન માર્ગ બનાવા માટે તંત્ર દ્વારા હિટાચી મશીન દ્વારા રોડ પહોળો કરવાની કામગીરી શરૂ

વારંવાર તકલાદી કામના કારણે બંધ કરવામાં આવતા પોઇચા પુલની કમગીરી ગોકળગાય ની ગતિએ ચાલતી હોય ઝડપી કામ પૂર્ણ કરવા માંગે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા થી વડોદરાને જોડતા શોર્ટકટ પોઇચા પુલની તકલાદી કામગીરી થતા છાસવારે આ પુલ મરામત માટે મહિનાઓ સુધી ભારે વાહનો માટે બંધ રાખવામાં આવે છે ત્યારે હાલમાં પણ લાંબા સમયથી આ પુલ બંધ હોય છતાં ગોકળગાય ની ગતિએ ચાલતી પુલની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થશે કે લોકો એ હજુ વધુ હેરાન થવું પડશે તે તો સમય જ બતાવશે પરંતુ તંત્ર દ્વારા હાલમાં યુદ્ધના ધોરણે રાજપીપળા થી પોઇચા રોડ ફોર લેન બનાવા માટે કમગીરી શરૂ કરવામાં આવી છે.
રાજપીપળા થી પોઇચા તરફનો ફોર લેન માર્ગ બનાવવા હાલમાં તંત્ર દ્વારા હિટાચી મસીન થી રસ્તા નું કામ શરૂ કરવામાં આવ્યું છે એ મશીન દ્વારા રોડની બંને તરફ માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે જે અત્યારે  રાજપીપળા થી રસેલા સુધી પહોચી છે.ત્યારે રાજપીપળા થી વડોદરા જતાં પોઇચા પુલનું કામ પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(11:06 pm IST)