Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વડોદરાના આજવા રોડ પર ઘટતા પાણીની માંગને પહોંચી વળવા 78 લાખના ખર્ચે મશીનરી ફિટ કરવામાં આવશે

વડોદરા:શહેરના ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સપાટી સતત ઘટી રહી છે અને ઉનાળા સુધીમાં વધુ ઘટતા પાણીની માગમાં વધારો થાય તો આજવા સરોવરનું ડેડ સ્ટોરેજ પાણી વાપરવું પડે તેવી સ્થિતિ સર્જાશે.

છેલ્લા બે વર્ષથી ચોમાસામાં અપૂરતા વરસાદથી સરોવર પૂરું ભરાતું નથી. ગયા વર્ષે પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને નર્મદાનું પાણી સરોવરમાં ભરવું પડ્યું હતુ. જોકે ગયા વર્ષે સમગ્ર ગુજરાતમાં અછત સર્જાતા નર્મદા ડેમનું ડેડ સ્ટોરેજ પાણી વાપરવાનું વારો આવ્યો હતો

(5:36 pm IST)