Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

સુરતમાં માન્યતા રદ્દ કરી હોવા છતાં બોર્ડના છાત્રોને પ્રવેશ અપાતા હોબાળોઃ વિદ્યાર્થીઓ દ્વારા તોડફોડ કરાતા અટકાયત

સુરત: રાજ્યમાં એક બાજુ ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ જતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો બીજી બાજુ સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રાભત તાર સ્કૂલના 54 વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકીટ મળતા તેઓ પરીક્ષા આપી શકશે નહીં. જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ સવારથી પ્રભાત તારા સ્કૂલની બહાર ભેગા થઇ ગયા છે અને કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને અટકાયત કરવામાં આવી છે.

સુરતના રાંદેર વિસ્તારની પ્રભાત તાર સ્કૂલની બે વર્ષ પહેલા માન્યતા રદ કરી દેવામાં આવી હતી. છતાં શાળા સંચાલકો દ્વારા પૈસા પડાવવા માટે વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. અને આખું વર્ષ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્યારે આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે સ્કૂલના 54 વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળતા તેઓએ ગઇકાલે ડીઇઓ કચેરીએ ધરણા કર્યા હતા. પરંતુ તેમને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.

જોકે, કોઇ નિવેડો આવતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ રોષે ભરાયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા પોલીસની વાનને રોકી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(4:51 pm IST)