Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વડોદરામાં અેક અઠવાડિયા પહેલા અકસ્‍માતમાં ૧પ ટાંકા આવ્યા છતાં વ્હીલચેરમાં બેસીને બોર્ડની પરિક્ષા આપવા આવ્યો

વડોદરા: કહેવાય છે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. કહેવતને સાચી કરી બતાવી છે વડોદરાના એક વિદ્યાર્થીએ. વડોદરા શહેરના સવાદ ક્વાર્ટ્સમાં રહેતા ચિરાગ સિસોદીયાને બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા પહેલા અકસ્માત નડ્યો હતો. જેમાં તેને 15 ટાંકા આવ્યા હતા. તેમ છતાં ચિરાગે આજે પરીક્ષા આપી હતી.

વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલ સવાદ ક્વાર્ટ્સમાં રહેતા ચિરાગ રાજેન્દ્રસિંહ સિસોદીયા કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષાના એક અઠવાડિયા પહેલા પહેલી માર્ટે ચિરાગ તેના મિત્ર સાથે એક્ટિવા પર બેસીને તેના મિત્રને ત્યાં વાંચવા જઇ રહ્યો હતો. તે સમયે મીરા ચાર રસ્ચા પાસે કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તે નીટે પટકાયો હતો. અને તેના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તુરંત ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

અક્સમાતમાં ઇજા પહોંચતા ચિરાગને પગના ભાગે 15 ટાંકા આવ્યા હતા. અને ડોક્ટરે તેને આરામ કરવા માટે કહ્યું હતું. પરંતુ તે માન્યો હતો અને પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો હતો. પથારીમાંથી ઉભો થઇ શકતો હોવા છતાં ચિરાગ આજે વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ચિરાગના પગમાં ડ્રેસિંગ કરવામાં આવ્યું છે અને દર બે દિવસે તેને ડ્રેસિંગ કરાવવા માટે ડોક્ટર પાસે જવું પડે છે. આવી સ્થિતિમાં પણ ચિરાગે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.

ચિરાગે કહ્યું હતું કે, મેં સમગ્ર વર્ષ દરમિયાન ખુબ મહેનત કરી હતી. જોકે, મને થયેલા અક્સમાતને કારણે હું પરીક્ષા આપી શકું તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ મારે ગમે તેમ કરીને પરીક્ષા આપવી હતી. જેથી હું આજે પરીક્ષા આપવા માટે આવ્યો છું. અને હું સારૂ પરિણામ લાવીને બતાવીશ. ચિરાગના પિતા રાજેન્દ્રસિંહ સિસોદીયા અનાજ દળવાની ઘંટી પર કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, આખા વર્ષની મહેનત એળે જાય તે માટે ચિરાગે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. અમે તેના નિર્ણયની સાથે છીએ. તે સારૂ પરિણામ લાવશે તેવો અમને વિશ્વાસ છે.

(4:51 pm IST)