Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

બાયડ-મોડાસા બસના સ્ટિરિંગમાં ખામી સર્જાતા બસ પલટી: ૬ મુસાફરોને ઇજા

મોડાસાઃમોડાસા નજીક બાયડથી મોડાસા તરફ આવતી એસટી બસના સ્ટિરિંગમાં ખામી સર્જાતા બસ રોડ પર પલ્ટી જતા ડ્રાઈવર-કંડકટર સહીત ૬ જેટલા મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.

 આ અંગેની વિગત મુજબ બપોરે બાયડ-મોડાસા એસટી બસ (ગાડી.નં-GJ 18 Y 4784 ) કોલીખડ ગામ નજીક રોડ પર દોડતી બસના સ્ટિરિંગમાં ખામી સર્જાતા રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે ભારે અફડાતફડી મચી હતી.

  બસ ચાલક સહીત કંડક્ટર અને ૪ મુસાફરોના શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યૂલન્સને જાણ કરતા એઇએમટી અભયસિંહ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી.

(9:28 pm IST)