Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમદાવાદના ઇસનપુરમાં વ્યાજખોર બાપ બેટાનું પોલીસે કાઢ્યું સરઘસ :50થી વધુ અરજીઓ આવી :પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

શહેરના વસ્ત્રાલ,ઇસનપુર,રામોલ અને સરદારનગર સહિતના વિસ્તારના લોકો વ્યાજખોરીના ચક્રવ્યૂહમાં ફસાયા

 

અમદાવાદ;શહેરના વ્યાજખોરીના ચક્ર્વયૂહમાં અનેક લોકો ફસાયા છે તાજેતરમાં વસ્ત્રાલમાં વ્યાજખોરના કારણે એક વેપારીએ આપઘાત કર્યો હતો જયારે ઇસનપુરમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા આવેલા વ્યાજખોરો ઝડપાયા.હતા તેવામાં અમદાવાદમાં 50થી વધુ વ્યાજખોરોને લઈને અરજી આવતા પોલીસે વ્યાજખોરોને ડામવા એક્સન પ્લાન બનાવ્યો છે .

   ઇસનપુરમાં વ્યાજખોર સરદાર બાપ-બેટાનું પોલીસે સરઘસ કાઢ્યુ હતું બંને બાપ બેટા વ્યાજખોરોએ એક વેપારીનું મકાન પડાવી લીધુ હતું ,કાપડના વેપારી કપિલ અગ્રવાલને તેમના ધંધામાં નુકસાન થતા અને મકાનનું સમારકામ કરાવવા માટે નરોડાના સરદાર બંધુઓ પાસે 17 લાખ વ્યાજે લીધા હતા પરિવાર દર મહિને 60 હજાર વ્યાજ ચૂકવતો. અંતે તેમને વ્યાજનો બોજો દૂર કરવા 17 લાખ પરત કરવાની વાત કરતા વ્યાજખોરોએ પૈસા લેવાનો ઇનકાર કરીને તેમનું મકાન પચાવી દીધું. જેથી પોતાનું મકાન હોવા છતાં પરિવારને ભાડે રહેવાનો સમય આવ્યો છે. વ્યાજખોરથી ભયભીત પરિવારે પોલીસની મદદ માંગતા ઇસનપુર પોલીસે ગુનો નોંધીને બન્ને વ્યાજખોરની ધરપકડ કરી. અને જાહેરમાં કાયદાનું ભાન કરાવવા માટે બંનેનું સરઘસ પણ કાઢ્યું.

 અમાદાવાદના રામોલ, ઇસનપુર નહીં પણ સરદારનગરમાં પણ માતાના ઈલાજ માટે એક લાખ વ્યાજે લેનાર યુવકને વ્યાજખોરોએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ઉપરાંત શહેરમાં 50 થી વધુ અરજીઓ વ્યાજખોર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આવી છે. જેથી પોલીસ અધિકારીએ વ્યાજખોરોને ડામવા અને પરિવારને વ્યાજના ચક્રવ્યૂહથી બચાવવાનો એક્સન પ્લાન તૈયાર કર્યો છે.

(11:30 pm IST)