Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

અમદાવાદમાં બે AMTS બસ વચ્‍ચે કાર આવી ગઇઃ કારનો બુકડો

અમદાવાદઃ  અમદાવાદમાં આજે સવારે બે AMTS અને કાર બચ્ચે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદ આશ્રમ રોડ આવેલી વી.એસ. હોસ્પિટલ પાસે સવારે બે AMTS બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલા એક AMTS પછી કાર અને ત્યારબાદ AMTS એકબીજા સાથે ભટકાઇ હતી. કાર જાણે બે AMTS વચ્ચે સેન્ડવિચ બની ગઇ હતી. અકસ્માતની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. બે AMTS વચ્ચે ચગદાઇ ગયેલી કાર ઉપર ભારત સરકાર લખ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અકસ્માતના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જ્યારે અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.

(9:03 pm IST)