Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

છોટાઉદેપુરમાં મુંજૂરી વગર 37 વર્ષથી ચાલતા પેટ્રોલ પંપને સીલ કરાયો

છોટાઉદેપુર: ખાતે અજમેરી પેટ્રોલપંપની જગ્યા જમીન લીઝ પેટે ભારત પેટ્રોલિયમને આપી હતી. લીઝની મુદ્દત ૧૯૮૧માં પૂર્ણ થતાં રીન્યુ નહી કરાવતા આ સરકારી જમીન છેલ્લા ૩૭ વર્ષથી વગર પરવાનગીએ ચાલતા પેટ્રોલ પંપના સંચાલકો પાસેથી આશરે રૂ.૨.૩૧ કરોડ વસૂલવા તેમજ જગ્યા ખાલી કરાવવા ડેપ્યુટી કલેકટરે હુકમ કરી પેટ્રોલ પંપને સીલ મારવાનો આદેશ કરતાં મોડી સાંજે પંપ સીલ કરાયો હતો.
એટલું જ નહી પેટ્રોલપંપની જગ્યા સરકાર હસ્તક લેવા માટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. છોટાઉદેપુર ખાતે પેટ્રોલ પંપની સુવિધા આપવા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા વાણિજ્ય હેતુ માટે ૧૯૭૬માં વડોદરા જિલ્લા કલેકટર પાસે જમીન માંગી હતી. જિલ્લા કલેકટરે તે માટે જમીન આપી હતી. જેનો ભાડા કરારો તા.૨૫-૭-૧૯૮ના રોજ પૂરો થતો હતો. પરંતુ ભારત પેટ્રોલીંયમ તેમજ અજમેરી પેટ્રોલપંપના માલિકદ્વારા કરાર રીન્યુ કરાવ્યો ન હતો.
છોટાઉદેપુર નવો જિલ્લો બનતા અજમેરી પેટ્રોલપંપને અગાઉ જે સરકારી જમીન આપવામાં આવી હતી. તેનો કરાર રીન્યુ થયેલો ના હોવાથી સરકારી જમીનની જંત્રી પ્રમાણે અને ભાડાની રકમ પેટે રૂ.૨,૩૧,૩૩૦૦૦ વસૂલ કરવા છોટાઉદેપુર ડેપ્યુટી કલેકટર દ્વારા હુકમ કરાયો છે. ભાડાની રકમ પેટ્રોલ પંપના માલિકના ભારે તો પેટ્રોલ પંપને સીલ મારી જગ્યા ખાલી કરાવવાની કાર્યવાહી કરવા માટે આદેશ કરાતા મામલતદાર છોટાઉદેપુર મામલતદાર ને પૂછતાં તેમણે કહ્યું હતું કે પેટ્રોલ પંપના માલિક બિન અધિકૃત રીતે ૩૭ વર્ષથી પેટ્રોલપંપ ચલાવતા હતા. પંપની જગ્યાનો કરાર પુરો થઈ ગયો હતો. અને ભાડાની રકમ પ્રમામે જગ્યા ખાલી કરાવવા માટે કામગીરી સોંપવામાં આવી છે.

(7:12 pm IST)