Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ઘર બેઠા પાણી પૂરું પાડવા મોડાસા પાલિકાએ વેરો અઢી ગણો વધાર્યો હોવાની બાતમી

મોડાસા:નગરજનોને ઘેર બેઠા પાણી પુરૂ પાડવા નગરપાલિકા દ્વારા વર્ષે દહાડે ૨.૪૦ કરોડ રૂપિયા ખર્ચાય છે.જયારે માંડ વસૂલાતા ૮૦ લાખ રૂપિયાના પાણીવેરા સામે મોટા મસ ખર્ચાને પહોંચી વળવા પાલિકા દ્વારા પાણીવેરો વધારવાનો ઠરાવ પસાર કરાતાં મિશ્ર પ્રત્યાઘાતો સર્જાયા હતા. પાલિકાની સામાન્ય સભામાં પસાર કરાયેલ ઠરાવ મુજબ હાલના વાર્ષિક પાણી વેરાના દરમાં દોઢથી અઢી ગણો વધારો કરવાનો નિર્ણય વહીવટકર્તાઓ દ્વારા કરાયો છે.
અરવલ્લી જિલ્લાનું વિક્સતુ વડુમથક મોડાસા ૧૪.૨ કીમી ચોરસ ક્ષેત્રફળ વિસ્તારમાં પથરાયેલું છે.નગરપાલિકાના વારીગૃહ વિભાગ દ્વારા નગરમાં રહેઠાણ અને કોમર્શીયલ કોમ્પલેક્ષ ધરાવતા ૧૪ હજાર મિલક્ત ધારકોને નળ જોડાણ આપી પાણીનો જથ્થો પુરો પડાય છે.નગરપાલિકાના વારીગૃહ દ્વારા પાણી મેળવતા ૧૪ હજાર કનેકશન ધારકો પાસેથી વર્ષે દહાડે ૧.૧૦ કરોડ રૂપિયા પાણીવેરો વસુલવામાં આવે છે.ત્યારે વારીગૃહના વાર્ષિક રૂપિયા ૨.૪૦ કરોડના અંદાજી ખર્ચને પહોંચી વળવા મોડાસા નગરપાલિકા દ્વારા વાર્ષિક પાણી વેરામાં વધારો કરવાનો ઠરાવ ગત ૩૧મી જાન્યુઆરીના રોજ યોજાયેલ સામાન્ય સભામાં બહુમતે પસાર કરાયો હતો. વિરોધ પક્ષના વિરોધ વચ્ચે પસાર કરાયેલ આ ઠરાવ મુજબ અગાઉ વસુલાતા ઘર વપરાશના પાણીવેરા ના રૂપિયા ૬૦૦ ની સામે રૂ.૯૦૦, ધંધાકીય નળ જોડાણના રૂ.૯૦૦ ની સામે રૂપિયા ૧૫૦૦,બાંધકામ ક્ષેત્રે વસુલાત પાણીવેરાના રૂપિયા ૧૫૦૦ ની સામે રૂ..૩ હજાર જયારે ઔદ્યોગિક ક્ષેત્રે વસુલવામાં આવતા વાર્ષિક પાણીવેરા રૂ.૨૦૦૦ ની સામે નવા સુચિત દર પ્રમાણે રૂ.૫૦૦૦ વસુલવાની દરખાસ્ત કરાઈ છે.

(6:58 pm IST)