Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

પારૂલ યુનિવર્સિટીની ગંભીર ઘટના અંગે તપાસ ચાલુ

વિધાનસભામાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનુ આહ્વાનઃ કર્મચારીનું મોત શંકાસ્પદઃ યુનિવર્સિટી સામે ગંભીર ફરીયાદો

ગાંધીનગર તા. ૭ : તાજેતરમાં વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે ખોટા કામો કરાવવા વધારે ફી ઉઘરાવવી અને હાજરી ઓછી કહીને ફોર્મ રોકવા, નિયમ વિરૂધ્ધ કોલેજને મળેલ પરમીશનથી વધુ એડમિશન આપવા તેમજ ફી ભર્યાની રિસીપ્ટ ડિલીટ કરી બેલેન્સ શીટમાં  આવક ઓછી દર્શાવવી વગેરે બાબતોના ઉલ્લેખવાળી ૮ પાનાની ચિઠ્ઠી સહીત યુનિવર્સિટીના કર્મચારીનો કમાટીબાગ પાસે મૃતદેહ મળવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ મૃતક કર્મચારીના પરિવારજનોમાં ફેલાયેલ ભય અને રોષની લાગણી દુર કરવા રાજય સરકારે લીધેલા કે લેવા ધારેલા પગલાઓ અંગે વીરજીભાઇ ઠુંમરે વિધાનસભામાં સવાલ ઉઠાવ્યો હતો.

પી.એમ.ના પ્રાથમીક તારણ મુજબ હૃદયની ધમનીઓની બીમારીના લીધે હૃદય બંધ થવાની થયેલ છે તેમ છતા મૃતદેહના પી.એમ. વખતે મૃત્યુનુ ચોકકસ કારણ જાણવા સારૂ ડોકટરોએ વિશેરા લીધેલ છે જે વિશેરા એફ.એસ.એલ. સુરત ખાતે સ્પેશ્યલ કેસ તરીકે તપાસણી અર્થે મોકલવામાં આવેલ છે. પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ વિશેરાનું એફ.એસ.એલ. સર્ટીફીકેટ સુરત ખાતેથી આવેલ નથી હાલ આ બાબતે અકસ્માત મોતની તપાસ ચાલુ છે.

વિદ્યાર્થીઓ પાસે ખોટા કામ કરાવવા વધારે ફી ઉઘરાવવી અને હાજરી ઓછી કરીને ફોર્મ રોકવા, નિયમ વિરૂધ્ધ કોલેજને મળેલ પરમીશનથી વધુ એડમિશન આપવા તેમજ ફી ભર્યાની રિસિપ્ટ ડીલીટ કરી બેલેન્સશીટમાં આવક ઓછી દર્શાવવી વિગેરે બાબતો અંગે  યુનિવર્સિટીનો અહેવાલ તા.રર/ર/ર૦૧૮ ના રોજ સરકારને મળેલ છે આ અહેવાલ ઘટનાના સંદર્ભમાં હોઇ તા.૩/૩/ર૦૧૮ ના લેખિત પત્રથી શૈક્ષણીક અનિયમિતતાના મુદાઓના સંદર્ભમાં મુદા સર જવાબ માંગવામાં આવ્યો પારૂલ યુનિવર્સિટી દ્વારા આ અંગે તા.પ/૩/ર૦૧૮ના રોજ રજુ કરવામાં આવેલ અહેવાલના મુદાઓની ચકાસણીની કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે જેના તારણો અન્વયે રાજય સરકાર ઉચિત કાર્યવાહી કરશે. સમગ્ર ઘટના પ્રત્યે સરકાર ગંભીર છે તથા કોઇપણ શેહ શરમ વગેર કસુરવારોને શિક્ષા કરવા કટિબધ્ધ છે. તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું.

આ પ્રશ્ને વિરજી ઠુમ્મરે વિસ્તૃત ચર્ચા કરતા  જણાવ્યું કે આ યુનિવર્સિટીમાં ગેરકાયદેસર કૃત્યો ચાલે છે. રાજકીય સતાધારી પક્ષની નજર હેઠળ થાય તે વ્યાજબી ન કહેવાય.

જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે સરકારે આમાં જવાબદાર વ્યકિતને પકડયા છ.ેઅને આજે જેલમાં છે અને કડકમાં કડક તપાસ કરવામાં આવશે. (૬.૨૮)

(3:56 pm IST)