Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા આકરા ઉનાળાનો અનુભવઃ લીંબુના ભાવમાં રૂપિયા ૨૦નો વધારો

અમદાવાદ: શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા બે-ચાર દિવસથી ગરમીનો પારો અચાનક વધી ગયો છે. પારો ચઢતાની સાથે લીંબુની માગમાં અચાનક વધારો થતાં ભાવ લાલચોળ થઇ ગયા છે.

છેલ્લા એક સપ્તાહમાં લીંબુના ભાવમાં બમણાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. નોંધનીય છે કે એક સપ્તાહ પૂર્વે રૂ. ૨૦થી ૨૫ પ્રતિકિલો વેચાતા લીંબુ હાલ વધીને રૂ.૪૦થી ૫૦ના ભાવે પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

માર્કેટયાર્ડના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ગરમીની સિઝન મોડી ચાલુ થતાં ફેબ્રુઆરીના અંત સુધી ભાવમાં ખાસ કોઇ વધારો જોવા મળ્યો હતો. માર્ચના પહેલા સપ્તાહમાં ગરમીના પારામાં એકાએક વધારો થતાં વધતી માગની પાછળ લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જોકે ઉત્તર ગુજરાત બાજુથી ભાવ વધવાની સાથે આવકમાં પણ વધારો નોંધાયો છે, પરંતુ તેની સામે સિઝનલ માગ વધતાં લીંબુના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે.

વેપારીઓના જણાવ્યા પ્રમાણે વખતે ગરમી વધુ પડવાની શક્યતાઓ પાછળ લીંબુના ભાવમાં જોરદાર તેજીની ચાલ જોવા મળે તેવા એંધાણ વરતાઇ રહ્યા છે.

(6:10 pm IST)