Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કુલદીપ આર્યની ભારત સરકારમાં ગ્રામ્ય વિકાસ મંત્રાલયના ડાયરેકટર તરીકે નિમણુંક

IAS સોનલ મિશ્રા પછી બીજા અધિકારીની નિમણુંક : ગાંધીનરના કલેકટર હતા કુલદીપ આર્ય ત્યારબાદ ચૂંટણી પંચમાં CEO તરીકે થઈ હતી નિમણુક : ત્રણ સપ્તાહમાં ચાર્જ લેશે

અમદાવાદ :  ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કુલદીપ આર્યને સરકાર દ્વારા મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આજે મંગળવારે કરવામાં આવેલા આદેશ પ્રમાણે તેમને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. IAS સોનલ મિશ્રા પછી બીજા અધિકારી છે. ત્રણ સપ્તાહમાં ચાર્જ લેશે

   અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કેડરના આઈએએસ અધિકારી કુલદીપ આર્યને ગ્રામીણ વિકાસ વિભાગના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ ગુજરાતના એડિશનલ ચીફ ઈલેક્ટોરલ ઓફિસર છે. તેઓ હવે નવી નિયુક્તિ પર નવા ઓર્ડર ન થાય ત્યાં સુધી કાર્યરત રહેશે. ઉલ્લેખનીય છે કે કુલદીપ આર્યની ગણના એવા અધિકારીઓમાં થાય છે જેઓની કાર્યપદ્ધતીથી લઈને જીવન ધોરણ પણ લો પ્રોફાઈલ રહ્યા છે. આ ઉપરાંત સરકારના વિશ્વાસુ અધિકારીઓમાં પણ તેઓની ગણના થાય છે. .

(10:01 pm IST)