Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

લીંબડી હાઇવે બન્‍યો મોતનો હાઇવે

પિતા-ર પુત્રો-ભત્રીજા સહીત ૪ ના અકસ્‍માતમાં મોત : સાયલાના ડોળીયા નજીક મોડાસાના વોલવા ગામનાં પરિવારજનો ઇકો કારમાં રાજકોટ હોસ્‍પીટલમાં તબિયત બતાવવા આવતા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાઇઃ ૩ ગંભીર : કારનો બુકડો બોલી ગયો, મૃતદેહોને પતરા કાપીને બહાર કાઢવા પડયા

તસ્‍વીરમાં બુકડો બોલી ગયેલ કાર તથા મૃતકો નજરે પડે છે. (તસ્‍વીરઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૭: રાજકોટ અમદાવાદ હાઇવે ઉપરનાં લીંબડી નજીકના સાયલા તાલુકાના ડોળીયા નજીક કાર અને ટ્રક વચ્‍ચે અકસ્‍માત સર્જાતા એક જ પરિવારના ૪ ના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્‍દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી-રાજકોટ હાઈવે પર આયા ગામના બોર્ડ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્‍ચે ધડાકાભેર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતને પગલે સ્‍થાનિકોના ટોળેટોળા વળ્‍યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ બનાવ સ્‍થળે દોડી આવી હતી.  અકસ્‍માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્‍માતમાં ઈકો કારનો કચ્‍ચરઘાણ વળી ગયો હતો. પોલીસે સ્‍થાનિકોની મદદથી કારના પતરા ચીરીને મળતકોના મળતદેહોને બહાર કાઢયા હતા. હાલ પોલીસ દ્વારા મળતદેહોને પીએમ અર્થે હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મળતકો અરવલ્લીના મોડાસાના વોલવા ગામના રહેવાસી  છે.

આ અકસ્‍માતમાં ધીરૂભાઇ જેઠાભાઇ ખાટ અજય ધીરૂભાઇ ખાંટ, વસંત ધીરૂભાઇ ખાંટ, કાલીદાસ ચંદુભાઇ ખાંટ ના મોત થયા છે.

(3:37 pm IST)