Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા ત્રીજા કવાર્ટરના નાણાકીય પરીણામો

અમદાવાદઃ અગ્રણી સંકલિત સપ્‍લાય ચેઈન અને લોજિસ્‍ટિક્‍સ સોલ્‍યુશન્‍સ પ્રોવાઇડર ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિ.એ ૩૧મી ડિસેમ્‍બર ૨૦૨૨ના રોજ પૂરા થતા ત્રીજા કવાર્ટર માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા.જેમાં પરફોર્મન્‍સ હાઇલાઇટ્‍સ 9M FY2023 vs 9M FY2022માં ઓપરેશન કામગીરીમાંથી આવક રૂ.૨૫૩૯ કરોડ, વાર્ષિક ધોરણે ૨૦.૫ટકા ની વળદ્ધિ,EBITDA રૂ.૩૫૨ કરોડ જે 9M FY2022ની સરખામણીમાં રૂ. ૩૦૦ કરોડ હતો અને PAT રૂ. ૨૨૯ કરોડ નોંધાયો જે 9M FY2022ની સરખામણીમાં રૂ. ૧૯૪ કરોડ હતો જે ૧૮ટકા  વળદ્ધિ દર્શાવે છે.ટીસીઆઈના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી વિનીત અગ્રવાલે જણાવ્‍યું હતું કે, નાણાકીય વર્ષના ક્‍વાર્ટર ૩માં,કંપનીએ સ્‍થિર મેક્રો વાતાવરણ વચ્‍ચે સાતત્‍યપૂર્ણ પ્રદર્શન કર્યું છે. અમારા તમામ બિઝનેસ સેગમેન્‍ટ્‍સે અપેક્ષાઓ અનુસાર સંતોષકારક પરિણામો આપ્‍યા છે. જ્‍યારે અમે ફુગાવા અને ધિરાણને આક્રમક બનાવવાની આસપાસના ઉદ્યોગવ્‍યાપી પડકારો પર સંતુલિત દ્રષ્ટિકોણ રાખીએ છીએ.(

 

(3:26 pm IST)