Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

અમદાવાદના ઈન્દીરાબ્રીજ સર્કલ પાસેથી 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત ત્રણ શખ્સો ઝડપાયા

એસઓજીની ટીમે બાતમીના આધારે એસઓજીની ટીમે ઈન્દીરાબ્રીજ સર્કલ પાસે બેરીકેડ મુકીને કારને પકડી પાડયા : રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવતા હતા

અમદાવાદ :રાજ્યમાં ડ્રગ્સની દુષણને નાથવા માટે સ્થાનિક પોલિસ, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ સહિતની ટીમ આ બાબતે સતર્ક રહી કાર્યવાહી કરી રહી છે. એવામાં એસઓજીની ટીમે અમદાવાદના ઈન્દીરાબ્રીજ સર્કલ પાસેથી રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલિસના જણાવ્યા પ્રમાણે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાં રહેતા હિમેશ અને તેનો ભાઈ મોનેશ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યા છે. બાતમીના આધારે એસઓજીના ટીમ કારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી

કુબેરનગર વિસ્તારમાં રહેતા હિમેશ અને તેનો ભાઈ મોનેશ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા તેમને એસઓજીની ટીમે અમદાવાદના ઈન્દીરાબ્રીજ સર્કલ પાસેથી રુપિયા 11.82 લાખના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સો કારમાં ડ્રગ્સ લઈ આવી રહ્યા હતા. આ સાથે તેમનો સાગરીત ડ્રાઈવરને પણ ઝડપી પાડ્યો હતો.

(12:25 am IST)