Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

રાધનપુરના સુલ્તાનપુરામાં ખેડૂત મેળો અને સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું આયોજન

રિલાયન્સ ફાઉન્ડેશન અને ખેતીવાડી વિભાગ રાધનપુરના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં આસપાસના ગામના 250 ખેડૂતો હાજર રહ્યાં

રાધનપુર : રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર તથા ખેતીવાડી વિભાગ રાધનપુર ના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાધનપુર તાલુકાના સુલતાનપુરા ખાતે ખેડૂત મેળો તથા તાલીમ કેન્દ્ર પુરસ્ક્રૂત સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં સંબંધિત વિષયને લગતા વૈજ્ઞાનિક શ્રીઓએ ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ સોઇલ હેલ્થ કાર્ડ ની ઉપયોગીતા જમીનના નમૂના લેવાની રીત વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલ  હતી

 જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનમાંથી નીરપત સિંહ કિરાર તેમજ ખેતીવાડી વિભાગ માથી હિતેશભાઈ પટેલ વિસ્તરણ અધિકારી અમરતભાઈ દરજી સમોડા વિજ્ઞાન કેન્દ્રમાંથી આવેલ ગુણવંતભાઈ અને હસમુખભાઈ તેમજ બાગાયત વિભાગ માંથી આવેલ રાહુલભાઈ બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ માંથી આવેલ ચેરમેનશ્રી કરસન સિંહ જાડેજા બાબુ ભાઈ ઠાકોર તેમજ ગ્રામસેવક ભાઈઓ અને રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ દ્વારા ખેડૂતોને વિવિધ માહિતી આપવામાં આવી જેમા સુલતાનપુરા દેવ ચલવાડા સુબાપુરા અને બંધવડ ગામના કુલ 250 ખેડૂતો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો જે રિલાયન્સ ફાઉન્ડેશનના વિમલભાઈ ચૌધરીની યાદીમાં જણાવેલ છે

(9:30 pm IST)