Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય ના થયા અને કાયદાકીય સમસ્યાનો ઉકેલ માટે સરકાર કાર્યરત :મુખ્યમંત્રી રૂપાણી

ચુકાદાઓના અભ્યાસ કરીને સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા સરકાર પ્રયત્નશીલ

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલ આર ડી ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું છે.

  તેમણે કહ્યું કે કોંગ્રેસે આ મામલા માં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે પરંતુ  ગુજરાતના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ
   વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે આ પ્રશ્નમાં કોઈને અન્યાય ન થાય અને બધાને ન્યાય મળે એ હેતુથી રાજ્ય સરકાર કાયદાકીય પરિપ્રેક્ષ્યમાં વિવિધ રાજ્યોની હાઇકોર્ટના ચુકાદાઓનો અભ્યાસ કરીને સકારાત્મક દિશામાં યોગ્ય નિર્ણય કરવા પ્રયત્નશીલ છે
   મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે  છેલ્લા 4 5 દિવસથી વાટાઘાટો કરીને સરકાર    આ ભરતીમાં પણ 33 ટકા મહિલા અનામત  બાબતે અવશ્ય કાયદાકીય ઉકેલ લાવવા યોગ્ય રસ્તો કાઢવા વિચારાધીન છે
  કોંગ્રેસને આડે હાથ લેતા વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ કહ્યુકે અગાઉ પણ કોંગ્રેસ  માત્ર રાજકીય લાભ લેવાના હવાતિયાં મારી ચૂકી છે પરંતુ  આંદોલન સાથે જોડાયેલા લોકો પણ કોંગ્રેસને ઓળખી ગયા છે એટલે ભરમાવાના નથી અને કોંગ્રેસની મુરાદ ક્યારેય સફળ થવાની નથી જ
  વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે આ અગાઉ 17 હજાર થી વધુ યુવાનોની પોલીસ દળમાં ભરતી  પારદર્શી રીતે કરી છે
  તેમની સરકાર   સંપૂર્ણ સંવેદના થી  પ્રશ્નોના નિરાકરણ લાવે છે ત્યારે આ એલ આર ડી ભરતી વિષયે પણ  સારો અને યોગ્ય ઉકેલ આવશે તેવી શ્રદ્ધા મુખ્યમંત્રી એ વ્યક્ત કરી હતી
કોંગ્રેસ પોતાનું બળતું ઘર સાચવી શકતી નથી અને આવા આંદોલનોમાં રાજકીય લાભ ખાટવા મેદાને પડે છે એમ પણ તેમણે ઉમેર્યું હતું

(8:37 pm IST)