Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગનમેન તરીકે નોકરી કરતા સિક્યુરીટી ગનમેનની આર્મ એક્ટ હેઠળ ધરપકડ

હથિયાર પરવાનાનો ભંગ કરવા બદલ જમ્મુ કાશ્મીરના પ્રાઈવેટ સિક્યુરીટી કર્મચારીને હથિયાર તથા કારતુસ સાથે ઝડપી પાડતી ભરૂચ SOG

(ભરત શાહ) રાજપીપળા : ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર પી.એન.પટેલનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. કે.એમ.ચૌધરી તથા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા એસ.ઓ.જી.પોલીસના માણસો ATS ચાર્ટર મુજબની કામગીરીમાં હતા

  દરમ્યાન બાતમીના આધારે અંકલેશ્વર સીટી પો.સ્ટે.વિસ્તારમાં આવેલ યુનિયન બેંક શાખામાં ગનમેન તરીકે નોકરી કરતા સિક્યુરીટી મારૂફ હસેન બંદર હસેન ખોખ (રહે. મીરાનગર, લક્ષ્મીનગર-૨, અંકલેશ્વર મુળ રહે- સુરંણકોટ મહારા પુંચ જમ્મુ & કશ્મીર) ને હથિયાર લાયસન્સ તેમજ ૧૨ બોરની ગન તથા ૬ કાર્ટીસ સાથે પકડેલ જેમા આરોપીએ લાયસન્સની નોંધણી જીલ્લા કલેકટર કચેરીએ કરવાની થતી હોય જે નોંધણી છેલ્લા ત્રણ વર્ષ થી અત્રેના જીલ્લામાં રહી ગનમેન તરીકે નોકરી કરતો હોય તેમ છતા જીલ્લા કલેકટર કચેરીએ નોંધ ન કરાવતા પકડાયેલ હોય અંકલેશ્વર સીટી પો.સ્ટે.માં ધ આર્મ એક્ટ- ૧૯૫૯ ની ક.૨૦,૩૦ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(7:48 pm IST)