Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

નડિયાદ તાલુકાના સલુણમાં 14 વર્ષીય કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક છેડતી કરનાર નરાધમને અદાલતે 5 વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ:તાલુકાના સલુણમાં રહેતી એક ૧૪ વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ગત માર્ચ ૨૦૧૭માં ગામમાં જ રહેતો ૨૨ વર્ષીય યુવક ભગાડી ગયો હતો. અને તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. આ કેસ નડિયાદના સ્પે.પોક્સો જજ કોર્ટમાં ચાલી જતાં આરોપીને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દશ હજારનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી મુજબ નડિયાદ તાલુકાના સલુણમાં આવેલ બળીયાદેવ કોલોનીમાં રહેતો ૨૨ વર્ષીય દક્ષેશકુમાર ઉર્ફે સંજયભાઈ ભુપતભાઈ રાવલને ગામમાં રહેતી તળપદા સમાજની ૧૪ વર્ષીય કિશોરી મનમાં વસી ગઈ હતી. જેથી તેણે આ કિશોરી સાથે સબંધ મજબૂત કરવા અવારનવાર તેના સંપર્કમાં આવ્યો હતો. અને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીને લગ્નની લાલચ આપી ગત તા.૨૯-૩-૧૭ ના રોજ કિશોરીને ભગાડી ગયો હતો.

(5:31 pm IST)