Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ખંભોળજ પોલીસે શીલી ગામે આવેલ માતાના મંદિર નજીક ગરનાળા પાસે વોચ ગોઠવીને પોલીસે કારમાં લઇ જવાતો 35 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી

ખંભોેળજ: પોલીસે શીલી ગામે આવેલા માનબા માતાના મંદિર નજીક ગરનાળા પાસેથી વોચ ગોઠવીને કારમાં ૩૫ હજારના વિદેશી દારૂનો જથ્થો લઈ જતાં ખાનપુરના શખ્સને ઝડપી પાડીને તેના વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર ગઈકાલે ખંભોળજ પોલીસને હકીકત મળી હતી કે, શીલી માનબા મંદિર નજીક વિદેશી દારૂની હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસની ટીમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક મારૂતીવાન નંબર જીજે-૬, એલબી-૪૧૩૦ની આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની ૨૮૮ બોટલો તેમજ બીયરના ૬૦ ટીન મળી આવ્યા હતા. જેની કિંમત ૩૪૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે ચાલકનું નામઠામ પુછતાં તે ખાનપુરનો દિપક અરવિંદભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતુ.

(5:29 pm IST)