Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ધનસુરા રેલવે ફાટક નજીક કારખાનામાં થયેલ ચોરીનો ભેદ સીસીટીવી ફૂટેજના આધારે ઉકેલાયો: અંધારાનો લાભ લઇ ફરાર થયેલ આરોપીને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી

ધનસુરા:ધનસુરા રેલ્વે ફાટક નજીક આવેલ ક્રસરના કારખાનામાંથી સોમવારની વહેલી સવારે રૂ.1.75 લાખની મત્તાની ચોરી થઈ હતી.ત્યારે કારખાનાના માલીકે ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.અને સીસીટીવી ફ્રુટેજ બતાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ફ્રુટેજના આધારે મારૂતીવાન નજરે ચઢતાં તેનો પીછો કરતા બાયડ-સાઠંબા રોડ પર ગાડી પલ્ટી મારી જતાં એક આરોપી ઝડપાઈ ગયો હતો અને ત્રણ અંધારાનો લાભ લઈ ભાગી છુટયા હતા.જેઓની શોધખોળ માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

(5:27 pm IST)