Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગાંધીનગરમાં સચિવાલયમાં ફરજ બજાવનાર મહિલા અધિકારીએ અન્ય કર્મચારી સાથે ગાઢ મિત્રતા કેળવી 25 લાખ પડાવી લેતા ગુનો દાખલ

ગાંધીનગર: શહેરના સચિવાલયમાં ફરજ બજાવતાં એક મહિલા અધિકારી સામે કર્મચારીએ સે-૭ પોલીસ મથકમાં અરજી આપી છે કે તેણીએ તેમની સાથે ગાઢ મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ અવારનવાર તેના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા. કર્મચારીએ તેને ર૦૦ ગ્રામ સોનુ પણ લઈ આપ્યું હતું. હવે આ સોનુ અને રૂપિયા પરત માંગતા મહિલા અધિકારીએ તેની સામે ખોટા પોલીસ કેસ કર્યા છે અને બીજા રપ લાખ માંગી રહી છે. આ સંદર્ભે ગુનો નોંધવા માટે કર્મચારીએ માંગણી કરી છે પરંતુ હજુ સુધી પોલીસે મહિલા અધિકારીના દબાણના કારણે ગુનો નોંધ્યો નથી.

ગાંધીનગર શહેરમાં આવેલા સચિવાલયમાં ફરજ બજાવતાં એક કર્મચારીએ સે-૭ પોલીસ મથકમાં સાથી મહિલા અધિકારી સામે કરેલી અરજીના પગલે ભારે ચકચાર મચી છે. આ કર્મચારીએ અરજીમાં રજુઆત કરી છે કે સૌરાષ્ટ્રમાંથી તેમની બદલી ગાંધીનગર થયા બાદ આ મહિલા તેમની સાથે પરિચય થયો હતો અને  ત્યારબાદ અવારનવાર તેમની સાથે ટેલીફોનીક વાતચીત થતી રહેતી હતી. ધીરેધીરે બન્ને વચ્ચે ગાઢ મિત્રતાના સંબંધ થયા હતા અને વોટ્સએપ મેસેજ તથા વીડીયોકોલ અને સાથે ફરવા જવાના પણ સંબંધો કેળવાયા હતા.

 

(5:27 pm IST)