Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સુરતના કાપોદ્રામાં વેપારી પાસેથી 7.03લાખની એમ્બ્રોડરીની દોરી ખરીદી પેમેન્ટ ન કરી ઠગાઈ આચરનાર વેપારીની પોલીસે ધરપકડ કરી

સુરત:કાપોદ્રાના વેપારી પાસેથી રૃ.7.03 લાખની એમ્બ્રોઇડરી દોરી ખરીદી પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી ધમકી આપનાર વેપારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણા ગામ સરગમ સોસાયટી એ/60 માં રહેતા અને કાપોદ્રામાં એમ્બ્રોઇડરી દોરીનો વેપાર કરતા જયસુખભાઇ પોપટભાઈ નારોલા પાસેથી ગત માર્ચ 2017 માં વરાછા ખોડીયાર નગર રોડ સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ 2 બી/18 માં રહેતા હસમુખભાઈ મગનભાઈ ગજેરાએ રૃ.7,02,660 ની એમ્બ્રોઇડરી દોરી ખરીદી હતી. જોકેહસમુખભાઈએ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને પોતાની દુકાન બંધ કરી દીધી હતી. જયસુખભાઈએ ઉઘરાણી કરતા હસમુખભાઈએ ગાળો આપી તારાથી થાય તે કરી લે તેવી ધમકી આપી હતી.

(5:26 pm IST)