Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સુરતના અમરોલી-સાયણ રોડ સ્થિત રેસિડેન્સીમાં સામાન્ય બાબતે પાનનો ગલ્લો સહીત બાઈક સળગાવનાર બે માથાભારે શખ્સ પોલીસના સકંજામાં

સુરત: શહેરના અમરોલી-સાયણ રોડ સ્થિત સન્ડે રેસીડેન્સી સામે સામાન્ય બાબતમાં પાનનો ગલ્લો અને મોટરસાઇકલ સળગાવવા ઉપરાંત તોડફોડ કરી આતંક મચાવનાર સ્થાનિક વિસ્તારના બે અસામાજીક તત્વની અમરોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત વાત્સલ્ય વિલાની પાછળ સ્વીટ રેસીડેન્સીમાં રહેતા અને ઘર નજીક ફુટપાથ પર પાનનો ગલ્લો ચલાવતા રોહિત લક્ષ્મણ લુણી (ઉ.વ. 27) એ ગલ્લાની સામે ઉભા રહી જાહેરમાં ગાળાગાળી કરનાર સ્થાનિક વિસ્તારના માથાભારે ગોનિયો વણઝારામેરૃ વણઝારાને ઠપકો આપ્યો હતો. જો કે જે તે વખતે બંન્ને અસામાજીક તત્વ ત્યાંથી ચાલ્યા ગયા હતા. પરંતુ પાનનો ગલ્લો બંધ કરી રોહિતભાઇ ઘરે ગયા હતા ત્યાર બાદ ગોનિયો સહિતના અસામાજીક તત્વ રાત્રિના સમયે ઘસી આવ્યા હતા અને રોહિતના પાનના ગલ્લો અને તેના બનેવી અશોક તેજાભાઇ ખટાણાની યુનિકોન મોટરસાઇકલ નં. જીજે-ઇવાય-2173 ને સળગાવી દીધી હતી ઉપરાંત બાજુમાં આવેલી તેજાભાઇની ચા ની લારીની તોડફોડ કરી અંદાજે રૃા. 1.17 લાખથી વધુનું નુકશાન કરી આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં અમરોલી પોલીસે બે માથાભારે તત્વ મોતીભાઇ ભીખાજી વણઝારા અને મેરૃભાઇ અમરતભાઇ વણઝારાની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મોતી અને મેરૃ બંન્ને કોસાડ આવાસમાં રહે છે અને કાર્ટીંગ એજન્ટ તરીકે કામ કરે છે. 

(5:25 pm IST)