Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વડોદરાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે દૂધ મંડળીનું ઓડિટ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપવા લાંચ લેનાર જિલ્લા સહકારી દૂધ મંડળીના ઓડિટરને અદાલતે બે વર્ષની સજાની સુનવણી કરી

વડોદરા: શહેરના વાઘોડિયા તાલુકાના રવાલ ગામની દૂધ મંડળીનું ઓડિટ ક્લિઅરન્સ સર્ટિફિકેટ આપવા માટે લાંચ લેનાર જિલ્લા સહકારી દૂધ મંડળીના ઓડિટરને અદાલતે બે વર્ષની કેદ કરી છે. 

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા તાલુકાના રવાલ ગામની દૂધમંડળીનું વર્ષ ૨૦૧૨-૨૦૧૩નું ઓડિટ કરવા માટે ગત તા.૧૪-૫-૨૦૧૩ના રોજ જિલ્લા સહકારી દૂધ મંડળીના ઓડિટર દિનેશ શાહ ગયા હતા. દૂધમંડળીનું ઓડિટ બરાબર હતું. તેમ છતાંય ઓડિટ ક્લિઅરન્સ સર્ટિફિકેટ આપવામાટે ઓડિટર દિનેશ શાહે દૂધ મંડળીના મંત્રી પાસે  ૧૨,૫૦૦ રૃપિયાની લાંચ માંગી હતી. રકઝકના અંતે ૧૨ હજાર રૃપિયા નક્કી થયા હતા. જેની લાંચ લેતા ઓડિટર દિનેશ ચંદ્રકાન્તભાઇ શાહ (રહે. વાડી છેલ્લી પોળ ઓફિસ ઃ સ્પેશ્યલ ઓડિટરશ્રીની કચેરી  બરોડા ડેરીના કંપાઉન્ડમાં મકરપુરા) એસીબીના છટકામાં પકડાયા હતા. 

જે અંગેનો કેસ અત્રેની અદાલતના ન્યાયાધીશ એમ.કે. ચૌહાણ સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ એસ.કે. ત્રિવેદીની રજૂઆતો અને પુરાવા ધ્યાને લઇ અદાલતે બરોડા ડેરીના ઓડિટર દિનેશ શાહને બે વર્ષની કેદ તથા ૧૦ હજાર રૃપિયાનો દંડ કર્યો છે. 

(5:24 pm IST)