Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વડોદરાના વાસણામાં બહુમાળી બિલ્ડિંગમાં સિ.એ.ના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર 10માં માળેથી પડતું મૂકી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:શહેરના વાસણા ભાયલી વિસ્તારમાં આવેલા એક બહૂમાળી બિલ્ડિંગમાં રહેતા સી.એ.ના વિદ્યાર્થીએ બુધવારની મોડી રાત્રે ૧૦મા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. ડોક્ટર માતા અને ખાનગી કંપનીમાં મેનેજર પિતાનો આ એકનું એક સંતાન હતું. સી.એ.ની પરીક્ષામાં નિષ્ફળ જવાના ડરથી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગોરવા વિસ્તારમાં ગેંડા સર્કલ પાસે, ગુંજન ટાવરમાં આવેલ જી.ઇ. ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાજેશ કાંતિપ્રસાદ ગુપ્તા તેમના પત્ની દિપ્તી અને પુત્ર પ્રતીક (ઉ.૨૧) સાથે વાસણા ભાયલી રોડ પર આવેલ માઇલ સ્ટોન એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે રહે છે. રાજેશભાઇના પત્ની દિપ્તીબેન ડોક્ટર છે અને રેસકોર્સ સર્કલ પાસે આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમનો પુત્ર પ્રતીક સી.એ.ની તૈયારી કરી રહ્યો હતો.દરમિયાન બુધવારે રાત્રે આ પરિવાર જમીને ઊંઘવા જતો રહ્યો હતો. પ્રતીક તેના બેડરૃમમાં ગયો હતો. અનુમાન એવુ લગાવવામાં આવી રહ્યું છે કે રાત્રીના બે થી અઢી વાગ્યાના અરસામાં પ્રતીક તેના ફ્લેટમાંથી બહાર નીકળ્યો હશે અને ૧૦ માળના બિલ્ડિંગના ધાબા પર ગયો હશે. જે બાદ પ્રતીકે ધાબા પરથી નીચે ઝંપલાવ્યુ હશે. બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડે આવીને જાણ કરી ત્યારે પ્રતીકના માતા પિતાને આ ઘટનાની જાણ થઇ હતી પરંતુ ઘણુ મોડુ થઇ ગયુ હતુ પ્રતીકનું ઘટના 

સ્થળે જ મોત થયુ હતુ. 

(5:24 pm IST)