Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી જ ભારતનું ભાવિઃ રાજ્યપાલ

મધુર ડેરીના સુર્વણ જયંતી સમારોહ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીનું ઉદ્બોધન : મધુર ડેરી પશુપાલકોને સૌથી વધુ દુધના ભાવ આપતી ડેરીઃ શંકરસિંહ રાણા : સરદાર પટેલ -ત્રિભુવનદાસ પટેલનું સપનું સાકારઃ દિલીપ સંઘાણી

ગાંધીનગરની મધુર ડેરીના સુવર્ણજયંતિ પ્રસંગે આચાર્ય દેવવ્રતજી, રામસિંહ પરમાર, દિલીપ સંઘાણી, શંકરસિંહ રાણા વગેેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર,તા.૭:રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત મધુર ડેરીના સુવર્ણ જયંતી શુભારંભ સમારોહનું ઉદદ્યાટન કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા ડેરી-પશુપાલન સૌથી મહત્વનું ક્ષેત્ર છે. તેમણે જણાવ્યુ હતું કે, ગૌ-આધારિત કૃષિ જ ભારતનું ભવિષ્ય છે.

રાજયપાલશ્રીએ જણાવ્યુ હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પ કૃષિ સાથે પશુપાલન અને ડેરીને જોડવાથી જ સાકાર થઇ શકશે.

રાજયપાલશ્રીએ ખેડૂતોની આવક બમણી કરવા માટે રાસાયણિક ખેતીથી દૂર થઇ પદ્મશ્રી સુભાષ પાલેકર પ્રેરિત પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને ઝેરયુકત જંતુનાશકોથી તૈયાર થયેલાં ખાદ્યાન્ન કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે. પ્રાકૃતિક ખેતી પદ્ઘતિમાં એક દેશી નસલની ગાયથી ૩૦ એકર જમીનમાં ખેતી થઇ શકે છે. આ પદ્ઘતિથી ખેડૂતોનો કૃષિ ખર્ચ દ્યટશે, પાણી બચશે, જમીનની ફળદ્રુપતા વધશે, સ્વસ્થ ખાદ્યાન્ન મળશે, પર્યાવરણની રક્ષા થશે. પ્રાકૃતિક દ્રષ્ટિથી ઉત્પન્ન થતું અનાજ રાસાયણિક કૃષિ ઉત્પાદકોથી વધારે કિંમતમાં વેચીને કિસાનો વધુ નફો મેળવી શકશે. તેમણે પ્રાકૃતિક કૃષિ અને ડેરી પ્રવૃત્ત્િ।ને ખેડૂતોની આવક બમણી કરવાના શ્રેષ્ઠ સાધન સમાન ગણાવ્યા હતા.

આ પ્રસંગે અમૂલના ચેરમેન શ્રી રામસિંહ પરમારે કહ્યું હતું કે, મધુર ડેરી પશુપાલકોને દૂધના વધુ ભાવો આપે છે. મધુર ડેરી હંમેશા પશુપાલકોના હિતમાં જ નિર્ણયો કરે છે.

ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ સરદાર પટેલ અને ત્રિભુવનદાસ પટેલે પશુપાલકોના ઉત્થાન માટે જે સપનું જોયું હતું તે મધુર ડેરી આજે સાકાર કરી રહી છે. ખેડૂતો ગૌ-પાલન થકી સરળતાથી પોતાની આવક બમણી કરી શકે છે.

આ પ્રસંગે મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણાએ કહ્યું હતું કે, આજે મધુર ડેરી પશુપાલકોને દૂધના સૌથી વધુ ભાવ આપનારી ડેરી બની છે. મધુર ડેરી હંમેશા 'ગૌ-સેવા-ગુણવત્ત્।ા-પર્યાવરણ'ને ધ્યાન રાખીને ડેરીની ઉન્નતિની સાથે સાથે પશુપાલકોની પણ ઉન્નતિ થાય તેનું વિશેષ ધ્યાન રાખી રહી છે.

આ પ્રસંગે રાજયપાલશ્રીના હસ્તે સંઘ સંયોજીત દૂધ મંડળીમાં સૌથી વધુ  દૈનિક દૂધ ભરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બાસણ દૂધમંડળીના ગીતાબેન દેસાઇ, પીપળી કંપા દૂધ મંડળીના ઉર્વિશબેન પટેલ, કરકરીયા દૂધ મંડળીના અરૂણાબેન પટેલ, ખીચા દૂધ મંડળીના મનીષાબેન બુહા, વેલણવાડા દૂધ મંડળીના સુધાબેન પટેલ, ચારડા દૂધ મંડળીના કમુબેન પટેલ, ખોડાપીપર દૂધ મંડળીના જયોત્સનાબેન ગઢીયા અને વિસાવદર દૂધ મંડળીના પ્રવિણાબેન લાખાણીનું સન્માન કરાયું હતું.

ગાંધીનગરના ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, બરોડા ગ્રામીણ બેંકના રીજીયોનલ મેનેજર શ્રી સંજયભાઇ કબાડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:45 pm IST)