Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

તા.૧૪ ફેબ્રુ.થી ધો. ૧ર સાયન્સની પ્રાયોગિક પરીક્ષા

૮પ૮૧ છાત્રો ર૪ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે : પ્રાયોગિક લેવની સીસીટીવી કેમેરા

રાજકોટ, તા. ૭ : ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં ધો.૧૦ અને ધો. ૧રની પરીક્ષાની વિવિધસ્તરે તૈયારીઓને અંતિમરૂપ આપવામાં આવ્યું છે.

૧૪મી ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ધો. ૧રની પરીક્ષાની અમલવારી માટે જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક બોલાવી છે.

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા રાજકોટ શહેર-જિલ્લામાં ર૪ બિલ્ડીંગ કુલ ૮પ૮૧ પરીક્ષ્માાાર્થીઓ પરીક્ષા આપશે. રાજકોટ શહેરમાં ૧૬, ધોરાજી પ, ગોંડલ-જેતપુર, જસદણ ૧-૧ કેન્દ્ર છે. પરીક્ષાનો ઝોન કરણસિંહજી હાઇસ્કૂલ ખાતે કાર્યરત અને ઝોનલ અધિકારી તરીકે વિપુલભાઇ મહેતાની નિયુકત કરવામાં આવી છે.

(3:35 pm IST)