Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદના ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલા 1 ,73 કરોડના દારૂનો કરાયો નાશ

ડીસીપી રવિ તેજા વાસમશેટ્ટીએ જાતે બુલડોઝર ચલાવીને દારૂનો નાશ કર્યો.

 

અમદાવાદના ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો નાશ કરાયો. ઝોન 5ના ડીસીપી રવિ તેજા વાસમશેટ્ટીએ જાતે બુલડોઝર ચલાવીને દારૂનો નાશ કર્યો. આ કાર્યવાહી દરમિયાન રામોલના કામદાર મેદાનમાં ડીસીપી, એસીપી, ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં. ડીસીપીએ કહ્યું કે, પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે. ત્યારે જો વરિષ્ઠ અધિકારી પોતે જ નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે

(1:11 am IST)