Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે પુરઝડપે કાર દીવાલમાં ઘુસી કાણું પાડી દીધું

કાર શીખતી વખતે બ્રેકની બદલે એક્સિલેટર પર પગ મૂકી દીધો : અકસમાત ના થાય એટલા માટે દીવાલમાં ઘુસાડી દીધી

 અમદાવાદમાં કાર અકસ્માતની એક વિચિત્ર ઘટના બની છે   અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એક મોટી ઘટના બનતા અટકી છે

   અમદાવાદના શ્યામલ ચાર રસ્તાથી માણેક બાગ રોડ પર બપોરે અચનાક એક કાર પુરઝડપે દિવાલમાં ઘૂસી ગઈ હતી અને જેમાં કારનો આડધો ભાગ દિવાલની અંદર જતો રહ્યો હતો. ત્યારે અડધો ભાગ રોડ તરફ બહારની તરફ હતો

  મળતી માહિતી પ્રમાણે રુપેશ મોદી નામનો વ્યકિત પોતાની ટેકસી પાસિંગની કાર નંબર gj01dz3540 લઈ અકસ્માતની જગ્યાએ પાસે આવેલો એક ખાલી મૈદાનમાં પોતાના પુત્રને કાર શીખવાડી રહ્યો હતો.

કાર શિખતી વખતે તેના પુત્રે બ્રેકની જગ્યાએ એકસીલેટર ઉપર પગ મુકી દેતા કાર પુરઝડપે રોડ પર આવી ગઈ હતી. ડ્રાઈવરને કહેવા પ્રમાણે અકસ્માતના થાય તે માટે કારને દિવાલમાં ઘુસાડી દીધી હતી

(11:39 pm IST)