Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર કન્ટેનર પાછળ ઘુસી જતા કાર સવાર બે સગા ભાઈ-બહેનના કરૂણમોત

ભત્રીજીના સાસરીયામાં ધાર્મિક વિધિ પૂરી કરી વડોદરા પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના બેડવા નજીક અકસ્માત થયો છે, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. એક કાર કન્ટેનર પાછળ ઘુસી જતાં બે લોકોના મોત થયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ મૃતક બંને સગા ભાઈ-બહેન હોવાનું સામે આવ્યું છે.

 

આ બંને ભાઈ-બહેન રવિવારે અમદાવાદમાં ભત્રીજીના લગ્ન હોવાથી, ભત્રીજીના સાસરીમાં કોઈ ધાર્મિક વિધિ પૂરી કરી વડોદરા પરત ફરી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

(11:26 pm IST)